બીરબલ વિનોદ/આપ જગત્‌પિતા છો.

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← તમારા કેટલા પુત્ર છે? બીરબલ વિનોદ
આપ જગત્‌પિતા છો.
બદ્રનિઝામી–રાહતી
તમને પણ મ્હારી
આજ્ઞામાં રહેવું પડશે.
 →


વાર્તા ૧૦૯.

આપ જગત્‌પિતા છો.

એક દિવસ દરબારમાં એક ગુણિકાના છોકરાનો કેસ ચાલતો હતો. તે દરમિયાન બાદશાહ વારંવાર ઉપહાસ તરીકે પેલી ગુણિકાને સવાલ કરતો કે “આ છોકરાના પિતાનું નામ શું?” પરંતુ, બીચારી ગુણિકા લજ્જિત થઈ માથું નમાવી લેતી. આ તમાશો જોઈ બીરબલથી ન રહેવાયું. તેણે બાદશાહને સંબોધી કહ્યું “પૃથ્વિનાથ ! આપ જગત્‌ના પિતા છો, એટલે એમજ સમજી લો કે, એ છોકરો આપનોજ છે.”

એ ઉત્તર સાંભળી બાદશાહ ઘણોજ લજ્જિત થયો.