બીરબલ વિનોદ/ત્રણ પ્રશ્નો

વિકિસ્રોતમાંથી
← અક્કલ અને મૂર્ખતાની પરિક્ષા બીરબલ વિનોદ
ત્રણ પ્રશ્નો
બદ્રનિઝામી–રાહતી
પ્રકાશમાં અંધકાર →


વાર્તા ૨૭.

ત્રણ પ્રશ્નો.

એક પ્રસંગે બાદશાહે પૂછ્યું “બીરબલ ! પાન કેમ સડી જાય છે? રોટલી કેમ બળી જાય છે ? અને ઘોડા ચાલતાં ચાલતાં કેમ અટકી પડે છે?” બીરબલે તરતજ ફકત એકજ ઉત્તરમાં એ ત્રણેનો જવાબ આપી દીધો કે “ નામદાર! ફેરવ્યા વગર," બાદશાહ આથી ઘણોજ ખુશ થયો.