બીરબલ વિનોદ/બાદશાહ બન્યો

વિકિસ્રોતમાંથી
← બાદશાહ લજાયો બીરબલ વિનોદ
બાદશાહ બન્યો
બદ્રનિઝામી–રાહતી
બીરબલ પારસ છે →


વાર્તા ૭૧.

બાદશાહ બન્યો.

વૃદ્ધાવસ્થામાં બાદશાહ વાળને કાળા બનાવવા માટે ખિઝાબ લગાડતો હતો. એક દિવસે બપોરે તે ખિઝાબ લગાડતો બેઠો હતો એવામાં બીરબલ ત્યાં આવ્યો, એટલે બાદશાહે પૂછ્યું “ બીરબલ ! ખિઝાબથી દમાગ (મગજ- ભેજા) ઉપર તો કાંઈ નુકસાન થતું નથી? ” બીરબલ બોલ્યો “નામદાર ! ખિઝાબ લગાડનારને દમાગ હોતું જ નથી એટલે પછી તને નુકસાન પહોંચવાની વાત જ ક્યાં રહી ! ?”

બાદશાહે આશ્ચર્ય પામી કહ્યું “એમ કેમ ? દમાગ નથી હોતું એની શી સાબિતી?” બીરબલે કહ્યું “ જહાંપનાહ ! જો દમાગ હોય તો બનાવટી સુન્દરતા અને યુવાની આણવાની વૃથા મહેનત શા માટે કરે ?” આ જવાબ સાંભળી બાદશાહ નિરૂત્તરજ થઈ ગયો.