બીરબલ વિનોદ/બે પ્રશ્નોનો એકજ ઉત્તર

વિકિસ્રોતમાંથી
← બે પ્રશ્નોનો એકજ ઉત્તર બીરબલ વિનોદ
બે પ્રશ્નોનો એકજ ઉત્તર
બદ્રનિઝામી–રાહતી
સંસારના મૂર્ખ →


વાર્તા ૧૧૭.

બે પ્રશ્નોનોનો એકજ ઉત્તર.

એક પ્રસંગે બાદશાહે બીરબલને કહ્યું કે “હું તને બે સવાલ કરું અને તેનો તું એકજ ઉત્તર આપે તો, મારી શાલ ઈનામમાં આપું. બીરબલે ‘હા’ પાડી એટલે બાદશાહે પૂછ્યું “(૧) ધન કેવી રીતે લુંટાયું? (૨) બળદ કેમ ઘાયલ થયો?”

બીરબલે કહ્યું “ હુઝૂર! જુવો એનું કારણ હોવું જોઈયે.”

બાદશાહે કબુલ કર્યું અને તેને શાલ ભેટ આપી.