બીરબલ વિનોદ/મા લાદે, બહેન દો

વિકિસ્રોતમાંથી
← સૂર્ય પશ્ચિમમાં કેમ સંતાય છે? બીરબલ વિનોદ
મા લાદે, બહેન દો
બદ્રનિઝામી–રાહતી
કોઈ પઠ્ઠા ચઢગયા હોગા →


વાર્તા ૧૧૩.

મા લાદે, બહેન દો.

એક પ્રસંગે બાદશાહ અને બીરબલ યમુના તટપર હવા ખાતા બેઠા હતા. એવામાં બાદશાહની નઝર પાણીમાં તણાતી માળા ઉપર પડી. તેણે બીરબલને તે માળા બતાવી કહ્યું “બીરબલ ! માલા દે (માળા આ૫).”

બીરબલે વિનોદ કરતાં કહ્યું “પૃથ્વિનાથ ! બહેને દો. ( વહી જવા દો) .”

(આ સ્થળે બન્ને વાક્યોનાં બે અર્થ થઈ શકે છે. એક તો સાધારણ છે અને બીજો અર્થ વિનોદ તરીકે એ થાય છે કે બાદશાહે કહ્યું કે “મા લાવી આપ” ત્યારે બીરબલે તેના જવાબમાં કહ્યું “બ્હેન આપો.”)