બીરબલ વિનોદ/વાતતો હું કરી લઇશ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← સાચા એહદી બીરબલ વિનોદ
વાતતો હું કરી લઇશ
બદ્રનિઝામી–રાહતી
તમારા કેટલા પુત્ર છે? →


વાર્તા ૧૦૭.

વાત તો હું કરી લઇશ.

એક પ્રસંગે બીરબલ એક અગત્યના કામ માટે બાદશાહના ખાનગી ઓરડામાં દાખલ થયો. બાદશાહે કહ્યું “ બીરબલ ! અત્યારે તમે કેમ આવ્યા ?”

બીરબલ બોલ્યો “હુઝૂર ! એક અગત્યના કામ બાબત આપને થોડુંક પૂછવાનું છે.” બાદશાહે કહ્યું “અત્યારે મ્હને વાત કરવાને અવકાશ નથી, માટે બીજા દિવસ પર મુલ્તવી રાખો. ” બીરબલે વિનોદપૂર્વક ઉત્તર આપ્યો “જહાંપનાહ ! આપ ગભરાશો નહીં, વાત તો હું કરી લઈશ.”