બીરબલ વિનોદ/સૂર્ય પશ્ચિમમાં કેમ સંતાય છે?
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
← હું એને ભૂલી ગયો | બીરબલ વિનોદ સૂર્ય પશ્ચિમમાં કેમ સંતાય છે? બદ્રનિઝામી–રાહતી |
મા લાદે, બહેન દો → |




વાર્તા ૧૧૨.
સૂર્ય પશ્ચિમમાં કેમ સંતાય છે?
એક દિવસ બાદશાહ સંધ્યા સમયે બાગમાં બેઠો જમુનાના જળ તરંગોની બહાર જોતો હતો, એવામાં ત્યાં બીરબલ આવી પહોંચ્યો. થોડીવાર આમ તેમની વાતો કર્યા પછી બીરબલે બાદશાહને પૂછ્યું “હુઝૂર ! સૂર્ય પશ્ચિમમાં કેમ સંતાય છે ?”
બાદશાહે કહ્યું “ એ પ્રશ્ન તો કોઈ મૂર્ખ પાસે જઈને કરજે.”
બીરબલ તરતજ બોલી ઉઠ્યો “જહાંપનાહ ! ત્યારે જ તો આપને પૂછું છું.”
બાદશાહ મનમાં સમજી ગયો કે, બીરબલે તેને બનાવ્યો, છતાં તેની ઘણીજ પ્રશંસા કરી ભારે ઈનામ આપ્યું.




