બીરબલ વિનોદ/‘મલ’ શબ્દનો અર્થ?

વિકિસ્રોતમાંથી
← ગધેડાનો નાચ બીરબલ વિનોદ
‘મલ’ શબ્દનો અર્થ?
બદ્રનિઝામી–રાહતી
બુદ્ધિસાગર →


વાર્તા ૧૩૭.

“મલ” શબ્દનો અર્થ શો?

એક દિવસ એક સંસ્કૃત જાણનાર મુગલે રાજા ટોડરમલને લજ્જિત કરવા માટે દરબારમાં પૂછયું “ રાજા સાહેબ! મલ શબ્દનો શો અર્થ થાય છે ?”

ટોડરમલ તો કાંઈ બોલ્યો નહીં, પરન્તુ બીરબલે તરતજ ઉત્તર આપ્યો કે “ મિરઝા સાહેબ ! મલ અને બેગ એ બન્ને શબ્દોના અર્થ એકજ થાય છે.”

આ ઉત્તર સાંભળી પેલો મુગલ પોતેજ લજ્જિત થઈ ચુપ થઈ ગયો. (સંસ્કૃતમાં મલ અને બેગ એ બન્ને શબ્દોનો અર્થ વિષ્ટા થાય છે અને બેગ શબ્દ બધા મુગલોના નામ પાછળ લગાડવામાં આવે છે, જેમકે અફ ઝલ બેગ, નુસરત બેગ વગેરે.)