બોધકથા:બિરબલની ચતુરાઈ

વિકિસ્રોતમાંથી
બોધકથા:બિરબલની ચતુરાઈ
બોધકથા




બોધકથા:બિરબલની ચતુરાઈ


એક વખત અકબરે પોતાના દરબારીઓની પરીક્ષા લેવાનું નક્કી કર્યું. તેમણે જમીના પર એક લીટી દોરી અને દરબારીઓને કહ્યું કે, ‘ આ લીટીને અડક્યા વિના આને ટૂંકી કરો’ દરબારીઓ તો તેને ઉપરથી કે નીકેથી ભૂંસીને નાની કરવા લાગ્યા. પણ અકબરે કહ્યું એમ નહિ ચાલે, આ લીટીન કાટ લગાડ્યા વિના જ ટૂંકી કરવાની છે.’ સહુ દરબારીઓ ગભરાઈ ગયા અને કહેવા લાગ્યાં કે, ‘ આ તો અસંભવ છે’ છેવટે અકબરે બિરબલ તરફ જોયું.બિરબલ પોતાના આસના પરથી ઉઠ્યો. તે અકબરની દોરેલી લ્કીટી પાસે આવ્યો અને તેની બાજુમાં એકા લાંબી લીટી દોરી દીધી અને અકબરને કહ્યું કે, ‘ જુઓ આપની લીટી ટૂંકી થઈ ગઈ.’ બાદશાહ અને સભાજનો બિરબલની વાહા વાહા કરવા લાગ્યા.

આવીજ રીતે આપણે આપણાં હરીફને ટૂંકા દેખાડવા માટે તેના કરેલા કાર્યને ભૂંસી કે કાપી નાકહવા કરતાં આપણાં કાર્યને એટલું મોટું કે મહાન દેખાડવું જોઈએ કે જેથી હરીફનું કાર્ય આપોઆપ અલ્પ દેખાય.