બોલે ઝીણાં મોર

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search

બોલે ઝીણા મોર, બોલે ઝીણાં મોર
રાધે! તારા ડુંગરિયા પર બોલે ઝીણા મોર.

મોર હી બોલે, બપૈયા હી બોલે,
કોયલ કરત કલશોર ... રાધે! તારા ડુંગરિયા પર

કાલી બદરિયા મેં વીજળી ચમકે,
મેઘ હુઆ ઘનઘોર ... રાધે! તારા ડુંગરિયા પર

ઝરમર ઝરમર મેહુલો વરસે,
ભીંજે મારા સાળુડાની કોર ... રાધે! તારા ડુંગરિયા પર

બાઈ મીરાં કે પ્રભુ ગિરિધર નાગર,
તું તો મારા ચિત્તડાનો ચોર ... રાધે! તારા ડુંગરિયા પર