ભવસાગર
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
ભવસાગર દામોદર બોટાદકર |
<poem>
જો ! જો ! સખિ ! પેલો સાગર ગાજે,
રંગતરંગ શા રાજે રે!
ભવસાગર ગાજે.
ગાન મધુર રહે કંઈ ગાતો, કૈંક વદે ઝીણી વાતો રે: ભવસાગર૦
એ સ્હમજે ઉર કોઈ સુહાગી, જે રસના અનુતરાગી રે: ભવસાગર૦
માહિં ભર્યા મોંઘા મૂલનાં મોતી, ગુણિયલ લે જન ગોતી રે: ભવસાગર૦
ઉભા ખડક એના ઉરમાં, આલિ! નાવિક રહે છે, નિહાળી રે : ભવસાગર૦
સ્હામે તીરે પ્રભુધામ પનોતાં, જગતની વાટાડી જોતાં રે : ભવસાગર૦
કૈંક તરે, વળી કૈંક તરેલાં દેવને દેશ વરેલાં રે : ભવસાગર૦
ભાર ભર્યાં બહુ ડૂબતાં દીઠાં, જે મનમાં નહિં મીઠાં રે : ભવસાગર૦
ચાલો, સખિ ! એમાં સંગ ઉતરીયે તીરને પામવા તરિયે રે : ભવસાગર૦
હેત તણી રચિયે રૂડી હોડી, જાય તરી દોડી દોડી રે : ભવસાગર૦