મધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/અબૂ ઉબૈદ અલ બાકરી

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ઈબ્ને અલ બન્ના અલ મર્રાકશી મધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો
અબૂ ઉબૈદ અલ બાકરી
સઈદ શેખ
હૈબતુલ્લાહ અબૂલ બકરાત અલ બગદાદી  →


અલ બાકરી, અબૂ ઉબૈદ અબ્દુલ્લાહ ઇબ્ને અબ્દુલ અઝીઝ ઇબ્ને
મુહમ્મદ (જ.અ. ૧૦૧૦, મૃ. ૧૦૯૪)
ભૂગોળશાસ્ત્રી

સ્પેનિશ-અરબી વંશના અલ બાકરી જમીનદાર કુટુંબમાં જન્મ્યાં હતા. અલ બાકરીના પિતા અલ મતદીદના દરબારમાં સેવક હતા ત્યાંથી કોઈ કારણસર પદભ્રષ્ટ થયા પછી, આખું કુટુંબ સ્પેનના કોર્ડેવામાં આવી પહોંચ્યું હતું. અહીં અલ બાકરીએ ઇતિહાસકાર ઇબ્ને હૈયાન (મૃ. ૧૦૭૫) અને ભૂગોળશાસ્ત્રી અલ ઉઝરી (મૃ. ૧૦૮૫) જેવા વિદ્વાનો સાથે રહીને અભ્યાસ કર્યો. જીવનનો મોટોભાગ અલ મુત્તસીમના અલીરામાં આવેલા દરબારમાં વીત્યો હતો.

વિસ્તૃત જ્ઞાન ધરાવતા અલ બાકરી સારા કવિ અને ભાષાશાસ્ત્રી પણ હતા. જો કે એમનું મોટાભાગનું પ્રદાન ભૂગોળ ક્ષેત્રે છે. એમના મહત્વનાં વૈજ્ઞાનિક ગ્રંથો. આ પ્રમાણે છે.

(૧) 'મુજમ મા ઈસ્તમ' વિવિધ સ્થળોના નામોનો સંગ્રહ છે. આમાં જેતે સ્થળની ભૌગોલિક માહિતી પણ આપવામાં આવી છે.

(૨) 'કિતાબ અલ મસાલિક વલ મુમાલિક' માર્ગો અને રાષ્ટ્રો વિશે છે. આના અમુક અંશો જ બચ્યા છે. પ્રવાસ માટે જમીન અને દરિયાઈ માર્ગોનું વર્ણન છે. અલ બાકરીએ ભૂગોળ ઉપરાંત ઐતિહાસિક અને સામાજિક માહિતી પણ આપી છે. દરિયા કિનારાઓનું વર્ણન એટલું સચોટ છે કે આપણને આશ્ચર્ય થાય પૂર્વીય યુરોપના 'સ્લાવિક' અને ઉત્તરીય યુરોપના 'નોરડીક' લોકો વિશે પણ વર્ણન છે. ઉત્તર આફ્રિકા અને સ્પેન વિશે પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ગ્રંથ ઘણી સદીઓ સુધી અરબી સાહિત્યમાં પ્રચલિત રહ્યું.

(૩) 'અયાન અલ નબાત' અથવા 'કિતાબ અલ નબાત' નામ પ્રબંધગ્રંથ ઔષધો વિશે છે જેનો ઉલ્લેખ ખૈરૂદ્દીન અલ ઝરકાલીએ પણ કર્યું છે.