મધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/અબૂ યાહ્યા ઝકરીયા અલ કઝવીની

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← અબૂ જાફર મુહમ્મદ અલ ખાઝિન મધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો
અબૂ યાહ્યા ઝકરીયા અલ કઝવીની
સઈદ શેખ
કાઝીઝાદા અલરૂમી  →


અલ કઝવીની, અબૂ યાહયા ઝકરીયા ઇબ્ને મુહમ્મદ ઇબ્ને મહમૂદ

અબૂ યાહયા ઝકરીયા ઇબ્ને મુહમ્મદ ઇબ્ને મહમૂદ અલ કઝવીની ઈ.સ. ૧૨૦૩માં ઈરાનના ક્ઝવીનમાં ન્યાયધીશોના કુટુંબમાં જન્મ્યા હતા. ૩૦ વર્ષની ઉંમરે જન્મભૂમિ છોડી દમાસ્કસમાં આવીને વસ્યા અને ગાઢ સૂફી ઇબ્ને અલ અરબી (મૃ. ઈ.સ. ૧૨૫૦)ના પ્રભાવમાં આવ્યા. ન્યાયશાસ્ત્રી હોવાના નાતે અબ્બાસી ખલીફા અલ મુત્તસીમ (ઈ.સ. ૧૨૪૧ − ૧૨૫૮)ના દરબારમાં કાજી (ન્યાયધીશ)ના હોદ્દા ઉપર નિયુક્તિ મળી.

અલ કઝવીનીએ વિશ્વશાસ્ત્ર (cosmography) વિશે 'અજાયબ અલ મખ્લૂકાત વ ગરાઈબ અલ મૌજૂદાત' (Wonders of the creation & unique (phenomena) of the Existence) અતા માલિક જુવૈયની (મૃ. ૧૨૮૩)ને અર્પણ કરવામાં આવ્યું છે.

ભૂગોળશાસ્ત્રમાં 'અજાયબ અલ બુલદાન' (wonder of the lands) ૧૨૬રમાં બે ભાગમાં રચના કરી હતી. આ ઉપરાંત જમીનના સ્મારકો અને લોકોના ઈતિહાસ બાબતે 'અત્હર અલ બિલાદ વ અખ્બાર અલ ઈબાદ' (Monuments of the lands and histories of the peoples) ની રચના ઈ.સ. ૧૨૭પમાં કરી હતી. તેઓ સૂફી વિચારધારામાં માનતા હતા.