મધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/અબૂ સઈદ એહમદ સિજિસ્તાની

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← અબ્દુલ રહમાન અલ સૂફી મધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો
અબૂ સઈદ એહમદ સિજિસ્તાની
સઈદ શેખ
નવબખ્ત ફઝલ બિન નવબખ્ત  →


અબૂસઈદ એહમદ બિન મોહમ્મદ સિજિસ્તાની
(જ. ૯૪૫ - મૃ. ૧૦૨૦) ખગોળશાસ્ત્રી

અબૂ સઈદ એહમદ બિન મોહમ્મદ ઇબ્ને અબ્દ જલીલ સિજઝી (ટૂંકમાં સિજિસ્તાની) ઈરાની ખગોળશાસ્ત્રી હતા. તેઓ સિજિસ્તાન થવા સિસ્તાન કે જે ઈરાનના પૂર્વ ભાગમાં આવેલું છે ત્યાંના વતની હોવાથી સિજિસ્તાની તરીકે પણ ઓળખાય છે. એમના જન્મ અને મૃત્યુ વર્ષમાં વિદ્વાનોમાં મતભેદ છે. કેટલાક માને છે કે એમનો જન્મ ઈ.સ. ૯૪પમાં અને મૃત્યુ ઈ.સ. ૧૦૨૦માં થયું. જ્યારે કેટલાક માને છે કે એમનો જન્મ ઈ.સ. ૯૫૧ માં થયું હતું અને મૃત્યુ ઈ.સ. ૧૦૨૪માં થયું. ખગોળશાસ્ત્ર એમનો પ્રિય વિષય હતો. એમાં એમણે કુશળતા મેળવી. શિરાઝ શહેરમાં ૯૬૯ - ૯૭૦માં રહી ખગોળીય અવલોકનો નોંધ્યા. એમણે એક ગ્રંથ બલ્ખના રાજકુમાર અદુદદૌલાને અર્પણ કર્યું હતું.

અલ સિજિસ્તાનીનું સૌથી મહાન કાર્ય એ છે કે જ્યારે પ્રાચીન કાળથી એવું માનવામાં આવતું હતું કે સૂર્ય પૃથ્વીની આસપાસ ફરે છે એ માન્યતાનું ખંડન કરી એમણે દર્શાવ્યું કે પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે. આ ક્રાંતિકારી ખગોળીય સંશોધન કરનાર એ વિશ્વના સૌ પ્રથમ ખગોળશાસ્ત્રી હતા, દુર્ભાગ્યે આ શોધનો જશ નિકોલસ કોપરનિક્સને આપવામાં આવ્યું. આ શોધની નોંધ અલ બિરૂનીએ પણ પોતાના પુસ્તકમાં નોંધી છે. સિજિસ્તાનીએ "ઝુરાકી" નામક ઉસ્તૂરલાબની પણ શોધ કરી હતી. બિરૂની લખે છે "અબૂ સઈદ સિજઝીએ શોધેલા 'ઝૂરાકી' ઉસ્તૂરલાબ મે જોયું છે. આ ખૂબ પ્રશંસાપાત્ર છે કારણ કે પુરાણા કાળથી ચાલ્યા આવતા વિચાર કે પૃથ્વીની આસપાસ સૂર્ય ફરે છે એનું ખંડન કરી પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે એ વિચારને આધીન આની શોધ કરવામાં આવી છે."

અલ સિજિસ્તાનીએ ગણિતમાં અને વિશેષત્ ભૂમિતિમાં પણ યોગદાન આપ્યું છે. વર્તુળ અને શંકુના છેદનો એમણે અભ્યાસ કર્યો હતો. અલ સિજિસ્તાનીએ ગોળા વિશે એક પ્રબંધ ગ્રંથ "Book of the measurement of spheres by spheres" ની રચના ૯૬૯માં કરી હતી, બીજગણિતમાં અલ સિજઝીએ ભૌમિતિક રીતે (a+b) = a + 3ab (a+b) +b3 ની સાબિતી આપી હતી.