મધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/અબ્દુલ રહમાન અલ સૂફી

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
← અલી ઇબ્ને રબ્બન અલ તબરી મધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો
અબ્દુલ રહમાન અલ સૂફી
સઈદ શેખ
અબૂ સઈદ એહમદ સિજિસ્તાની  →અબ્દુલ રહમાન અલસૂફી (જ. ૯૦૩ - મૃ. ૯૮૬)
Book Al Sufi.jpg

અબ્દુલ રહમાન અલ સૂફી પશ્ચિમી જગતમાં છંડેરે તરીકે ઓળખાય છે, જે મધ્યયુગમાં બે પ્રખર ખગોળ શાસ્ત્રીઓમાંના એક હતા, અલ સૂફી પ્રથમ ખગોળશાસ્ત્રી હતા જેમણે એડ્રોમીડામાં ઉલ્કા (Nebula) ના 'Nebulosity’ વિશે પોતાના પુસ્તક (Book of constellations) (Atlas of Heaven) માં વર્ણન કર્યું છે. તેમણે દક્ષિણી તારાઓના ઝૂમખાને અલ બકર અલ અબ્યદ અથવા 'સફેદ આંખલા' નામ આપ્યું, કેમકે મલયા દ્વિપસમૂહમાં પહોંચેલા કેટલાક આરબ નૌકાશાસ્ત્રીઓએ જ ખબરો આપી હતી એના ઉપરથી આ નામ પડ્યું હતું. આજે આપણે આ તારાગુચ્છને Nubecula Major તરીકે ઓળખીએ છીએ.

એક ખગોળશાસ્ત્રી તરીકે અલ સૂફીએ જાતે ખગોળીય અવલોકનો કરી કોષ્ટકો બનાવ્યા અને ખૂબ સાવધાનીપૂર્વક તેમના કદ અને આકારના આંકડાઓમાં સુધારા કર્યા. એમનું પુસ્તક ‘કિતાબ અલ ક્વાતિબ અલ સાબિત અલ મુસવ્વર’ તારાકીય ખગોળશાસ્ત્રમાં માસ્ટરપીસ ગણાય છે. મૂળ અરબી ભાષામાં તથા ફ્રેંચ અનુવાદના રૂપમાં આજે પણ ઉપલબ્ધ છે. આ ગ્રંથ લાંબાકાળના ચલાયમાનના અભ્યાસ માટે ખૂબ મહત્વનું મનાય છે. આમાં Theta Eridani ને એ સમયના જાણીતા ૧૩ સૌથી વધુ ચળકતા તારાઓમાં સમાવેશ કર્યો હતો. એડમન્ડ હેલીએ ૧૮મી સદીના પ્રારંભમાં સેન્ટ હેલેના ટાપુની યાત્રાએ ગયો હતો એ વખતે તેણે આ તારાને જોયો હતો.

અલ સૂફીએ શોધ્યું હતું કે Sirius અર્થાત્ લુબ્ધક નામનો તારો કે જે મૃગશીર્ષ નક્ષત્રની પૂર્વે આવેલો છે અને સમગ્ર આકાશમાં સૌથી વધુ તેજસ્વી છે. એનો રંગ બદલાતો નથી, જે પાછળથી પ્રયોગો કરતાં ખરું માલુમ પડ્યું છે. સેનેકાએ રોમમાં લાલ રંગનો આ જ તારો જોયો હોવાનું કબૂલ્યું હતું. ટૉલેમીએ એલેકઝાંડ્રીયામાં લાલાશ પડતો અને એથેન્સમાં કેટલાક દિવસો સુધી પીળા રંગનો દેખાયા પછી સફેદ રંગનો જોયો હોવાનું જણાવ્યું હતું.

આ અનુમાન કરી શકાય કે આ વિવાદાસ્પદ અવલોકનો સ્થાનિક વાતાવરણના ફેરફારના લીધે પણ બદલાયેલું જણાયું હોય.

અલ સૂકીના માનમાં ચંદ્રની સપાટી ઉપર એક ખીણનું નામ Azophi આપવામાં આવ્યું છે જે ૨૬ માઈલ વ્યાસની મોટી પર્વતીય વીંટી સમાન છે.