મધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/સનદ બિન અલી

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ઇબ્ને સીના મધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો
સનદ બિન અલી
સઈદ શેખ
ઇબ્ને અલ નફીસ →
સનદ બિન અલી (ઈ.સ. ૮૧૦−૮૬૪)

અબૂ તૈયબ સનદ બિન અલીનો જન્મ ઇ.સ. ૮૧૦ના આસપાસના સમયગાળામાં થયો હોવાનું માનવામાં આવે છે. ખલીફા અલ મામૂનના સમયગાળામાં થઈ ગયા. તેઓ ખગોળશાસ્ત્ર અને ગણિતશાસ્ત્રમાં નિપૂણતા ધરાવતા હતા. તેથી ખલીફા મામૂન અલ રશીદે પોતાના 'જ્ઞાનગૃહ'માં સનદ બિન અલીની નિયુક્તિ એક જ્યોતિષ અને ખગોળશાસ્ત્રીય ટુકડીના વડા તરીકે કરી હતી.

બગદાદમાં વેધશાળા સ્થાપવાનો શ્રેય સનદને ફાળે જાય છે. સનદે 'અજયાઝ અલ મામૂન' નામક ખગોળીય કોષ્ટકોની રચના કરી હતી. સનદે અસ્તૂરલાબનું ઉત્પાદન પણ કર્યું હતું. અલ મામૂનના આદેશ મુજબ સનદે પૃથ્વી અને ઉપગ્રહોની સપાટીની માપણી કરતી ટુકડીમાં ભાગ લીધો હતો. આ ટુકડીઓ ઘણાં ઉપગ્રહોના સ્થાનની નોંધ ખરી કરી હતી.

સનદ બિન અલીને ખગોળ અને ગણિત ઉપરાંત હવામાન શાસ્ત્રમાં પણ રસ હતો.

સનદે કેટલીક રચનાઓ કરી હતી જેની માહિતી આ મુજબ છે.

• કિતાબ અલ હિસાબ અલ હિન્દી (ભારતીય આંકડાઓ વિશે છે.)

• કિતાબ જમા વ અલ તફરીક (સરવાળા અને ભાગાકાર વિષે)

• કિતાબ અલ જબર વ અલ મુફર્રક

• કિતાબ અલ મુફસિલાત વ અલ મુતવાસિતાત (તારાઓ અને અંકગણિત વિશે છે.)

અનદે આ ઉપરાંત યુકલિડના 'તત્ત્વો'ના નવ નિબંધોની સમજૂતી પણ આપી હતી. સનદ બિન અલીનું અવસાન ઈ.સ. ૮૬૪માં થયું.