મધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો/હબશ અલ હાસિબ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← અબૂ મહમ્મદ અલ હમદાની મધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો
હબશ અલ હાસિબ
સઈદ શેખ
અબૂ હામીદ અલ ગરનાતી  →હબશ અલ હાસિબ

એહમદ ઇબ્ન્ર્ અબ્દુલ્લાહ અલ મરવાઝી હબશ અલ હાસિબ હાલના તુર્કમેનિસ્તાનના મર્વ શહેરમાં જન્મ્યા હતા. અબ્બાસી ખલીફા અલ મામૂન અને અલ મુન્નસીમના સમયમાં બગદાદ આવી ખગોળશાસ્ત્રી તરીકે કાર્ય કર્યું. ઈ.સ. ૮૨૫ થી ૮૩૫ દરમિયાન બગદાદની વેધશાળામાં ખગોળીય અવલોકનો કર્યા. ખગોળશાસ્ત્ર ઉપરાંત ગણિતમાં પણ ખૂબ રસ હતો અને તેથી 'હાસિબ' (હિસાબ કરનાર) તરીકે ઓળખાવા લાગ્યા. હબશનો પુત્ર અબૂ જાફર ઈબ્ને હબશ પણ પ્રસિદ્ધ ખગોળશાસ્ત્રી અને વાદ્યો બનાવનાર હતો.

અહમદ ઈબ્ને અબ્દુલ્લાહ હબસ અલ હાસિબ ત્રિકોણમિતિમાં મહત્વનું યોગદાન આપ્યું. હબશે જીહી કોષ્ટકોની રચના કરી. હબશ પહેલા ગણિતશાસ્ત્રી હતા જેણે જૈહી અને ફીજિઙઘ જૈહી ને સ્પષ્ટપણે વ્યાખ્યાયિત કર્યો.

"A perpendicular from the circumference to the diameter is ths sine (Jaybmabsut) of the are between the diameter and the perpendicular; the distance between the cirumference and the perpendicular upon the diameter is the versed sine (Jaybmakus) of the abone mentioned arc."

આ ઉપરાંત ટ્ઠહખ્તીહંજ ના કોષ્ટકો રચનાર અલ હબશ સૌ પ્રથમ ગણિતશાસ્ત્રી ગણાય છે. ગોળીય (વૃત્તિય) ત્રિકોણમિતિમાં પણ અલ હબશે ખગોળીય કોષ્ટકોની રચના કરી હતી.

એમણે કરેલા મહત્વના કાર્યોની ઝલક :-

(૧) 'સિંધહિંદ' ખગોળીય કોષ્ટકોમાં સુધારાવધારા

(૨) મુસ્તહાન જિઝ (મુસ્તહાન ખગોળીય કોષ્ટકો) એમનું શ્રેષ્ઠ કાર્ય ગણાય છે. ઇન્ને યુન્સ આને “અલ કાનૂન' સમક્ષ ગણાવ્યો છે.

(૩) શાહજિઝ, એમના 'જિઝયાત'નું સ. ક્ષેપીકરણ છે.

(૪) મામૂની જિઝ (મામૂની ખગોળીય કોષ્ટકો)

(૫) દમાસ્સીન જિઝ (દમાસીન ખગોળીય કોષ્ટકો)

(૬) અસ્તૂરલાબ વિશે પ્રબંધ

(૭) celestial sphere વિશે પ્રબંધ

(૮) તારાઓના અંતર વિશે પ્રબંધ

હબશ અલ હાસિબનું અવસાન ઈસ ૮૬૪ થી ૮૭૪ની વચ્ચે થયો હોવાનું મનાય છે.