મન વસિયો રે મારે

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
મન વસિયો રે મારે
પ્રેમાનંદ સ્વામી


મન વસિયો રે મારે મન વસિયો
સહજાનંદ મારે મન વસિયો... ટેક
છેલ છોગાળો વ્હાલો અતિ મરમાળો
રંગભીનો રસનો રસિયો રે...
હળવેશું વ્હાલો હેત કરીને
મુજ સામું જોઈને હસિયો રે...
કસુંબલ પાઘ કેસરનો ભીનો
પીતાંબર કમરે કસિયો રે...
પ્રેમાનંદનો નાથ છબીલો
સોળે કળા પૂરણ શશિયો રે...