મરઘા ઉછેર
[૧] - મરઘાં - ઉછેર એ ખોરાક કે તેમના ઈંડાં માટે ઉપયોગમાં લેવાતા પાલતુ પક્ષીઓનો વર્ગ છે જેમાં મરઘાં, બતક, ટર્કી અને હંસનો સમાવેશ થાય - મોટે ભાગે ‘poultry' શબ્દનો ઉપયોગ માત્ર આ પક્ષીઓના માંસ મેળવવા સંબંધિત જ કરવામાં આવે છે. - રોગમુક્ત અને યોગ્ય નસલ (જાત)ની પસંદગી, યોગ્ય અને સલામત ફાર્મની પરિસ્થિતિ, યોગ્ય ખોરાક અને પાણી તેમજ સ્વચ્છતા તથા સ્વાથ્ય એ મરઘાં ઉછેર વ્યવસ્થાપનના અગત્યના પાસાં છે. - ભારતમાં મરઘી સારા પ્રમાણમાં જોવા મળે છે પરંતુ બીજા દેશોની સાપેક્ષમાં મરઘા પાલનના ઉદ્યોગના વિકાસમાં ઓછું ધ્યાન અપાય છે. - મરઘા પાલન ઉદ્યોગના લીધે ઈંડાંનો વપરાશ પણ વધ્યો છે. ઈંડાં એ પોષણ માટે ખુબ જ જરૂરી છે. - ઇમ્પરિયલ વેટરનરી રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ (IVRI) ઇજ્જત નગરે કરેલા સંશોધનને આધારે દર્શાવ્યું છે કે, ઈંડાંમાં ઉચ્ચ જૈવિક મૂલ્ય છે. - તેના માટે તેના વપરાશની ભલામણ પણ કરેલ છે. - ઈંડાં માટે ઉછેરાતી જાતોને લેયર' કહે છે જ્યારે માંસ માટે ઉછેરાતી જાતોને “બ્રોઇલર" કહે છે. - ક્રિસ્ટીન. જે. નિકોલના મતાનુસાર વિશ્વભરમાં મરઘીની 500 જેટલી ો જોવા મળે છે. ભારતમાં મરઘાની અસીલ, ચીતગોંગ, બસરા જેવી દેશી જાતો અને હોડ આયલેન્ડ રેડ, કોર્નીસ, મેડીટેરીયન જેવી વિદેશી જાતો જોવા મળે છે.