મરી જાવું માયાને મેલી

વિકિસ્રોતમાંથી
મરી જાવું માયાને મેલી
મીરાંબાઈ


પદ ૨૯

મરી જાવું માયાને મેલી રે, મરી જાવું માયાને મેલી. ટેક૦
કોઈ તો બનાવે બાગબગીચાં, કોઈ બનાવે હવેલી રે. મ.
ધાઈ-ધૂતીને ધન ભેળું રે કીધું, પાંચ-પચીશની થેલી રે મ.
આરે કાયામાં સંતો કેશર ક્યારો, માંહીતો ઊગેલી વિષવેલી રે. મ.
બાઇ મીરાં કહે પ્રભુ ગીરધરના ગુણ, પાળ બાંધો ને પાણી પહેલી રે મ.

અન્ય સંસ્કરણ[ફેરફાર કરો]

મરી જાવું માયાને મેલી રે,
મરી જાવું માયાને મેલી.

કોઈ બનાવે બાગબગીચા,
કોઈ બનાવે હવેલી,
ધાઈ-ધૂતી ધન ભેળું કરે કોઈ,
પાંચ-પચ્ચીસની થેલી રે ... મરી જાવું.

કેસરવર્ણી કાય સુંદર,
માંહી ઊગી વિષવેલી,
મીરાં કહે પ્રભુ ગિરિધરના ગુણ,
પાળ બાંધ પાણી પહેલી રે ... મરી જાવું.