મળ્યો જટાધારી જોગેશ્વર

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search

મળ્યો જટાધારી જોગેશ્વર બાવો,
મળ્યો રે જટાધારી બાવો.


હાથમાં ઝારી, હું તો બાળકુંવારી વા’લા,
દેવળ પૂજવા ચાલી ... મળ્યો રે જટાધારી.


સાડી ફાડી મેં કફની કીધી વા’લા,
અંગ પર ભભૂતિ લગાડી ... મળ્યો રે જટાધારી.


આસન વાળી બાવો મઢીમાં બેઠો વા’લા,
ઘેર ઘેર અલખ લગાડી ... મળ્યો રે જટાધારી.


મીરાં કે પ્રભુ ગિરિધરના ગુણ વા’લા,
પ્રેમની કટારી મુંને મારી ... મળ્યો રે જટાધારી.