મહાભારત
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
મહાભારતએ હિંદુ ધર્મગ્રંથ છે જેના કર્તા કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ છે. આ ગ્રંથને જય અને ભારત પણ કહેવામાં આવે છે અને 'પંચમ વેદ' ગણવામાં આવે છે. પારંપરિક રીતે મહાભારત અને તેનો ઉપસંહાર હરિવંશ મળીને એક લાખ શ્લોકોનું મહાકાવ્ય છે. આ ગ્રંથ ૧૮ પર્વોમાં વહેંચાયેલો છે. ભૌગોલિક સ્થાન-ભેદનાં લીધે આ ગ્રંથના વિવિધ પાઠાંતર અને સંસ્કરણ જોવા મળે છે.
અનુક્રમ[ફેરફાર કરો]
- આદિપર્વ - આ પર્વમાં જનમેજયનાં સર્પસત્રની કથા, ચંદ્રવંશનું વર્ણન, શાંતનુ તથા ભીષ્મની કથા, પાંડવોનો જન્મ, પાંડુ ની મૃત્યુ, દ્રોણની શિક્ષા, લાક્ષાગૃહ ષડયંત્ર, દ્રૌપદીની ઉત્પત્તિ અને સ્વયંવર, સુભદ્રાહરણ અને ખાંડવ-દાહની કથા છે.
- સભાપર્વ - આ પર્વમાં જરાસંધ અને શિશુપાલનો અંત, રાજસૂય યજ્ઞ, દ્યુત રમવું, ચીરહરણની કથા છે.
- અરણ્યપર્વ - આ પર્વમાં પાંડવોનો વનવાસ, શાલ્વવધ, કિરાતની કથા, નલોપખ્યાન, ભીમનુ હનુમાનજીને મળવું, રામોપખ્યાન, સાવિત્રીચરિત્ર અને યક્ષપ્રશ્નોત્તરનું વર્ણન છે.
- વિરાટપર્વ - આ પર્વમાં પાંડવાનાં અજ્ઞાતવાસનું વર્ણન છે.
- ઉદ્યોગપર્વ - આ પાંડવોની અને કોરવૌની મંત્રણાનું વર્ણન છે.
- ભીષ્મપર્વ - આ પર્વમાં યુદ્ધારંભ અને ભીષ્મનાં અંતનું વર્ણન છે.
- દ્રોણપર્વ - આ પર્વમાં અભિમન્યુ, જયદ્રથ અને દ્રોણનો અંત થાય છે.
- કર્ણપર્વ - આ પર્વમાં કર્ણનો અંત થાય છે.
- શલ્યપર્વ - આ પર્વમાં શલ્ય અને દુર્યોધનનો અંત થાય છે.
- સૌપ્તિકપર્વ - આ પર્વમાં રાત્રિયુદ્ધનું વર્ણન છે.
- સ્ત્રીપર્વ - આ પર્વમાં સ્ત્રીઓના વિલાપનું વર્ણન છે.
- શાંતિપર્વ - આ પર્વમાં ભીષ્મ યુધિષ્ઠિરનાં પ્રશ્નોનાં ઉત્તર આપે છે.
- અનુશાસનપર્વ - આ પર્વમાં ભીષ્મ યુધિષ્ઠિરનાં પ્રશ્નોનાં ઉત્તર આપે છે.
- અશ્વમેધિકાપર્વ - અ પર્વમાં અશ્વમેઘ નું વર્ણન, પરીક્ષિત-જન્મ અને રુષિ ઉત્તંકની કથાનું વર્ણન છે.
- આશ્રમવાસિકાપર્વ - આ પર્વમાં ધૃતરાષ્ટ્ર, ગાંધારી અને કુંતીનાં મૃત્યુની કથા છે.
- મૌસુલપર્વ - આ પર્વમાં યાદવવંશનાં અંતનું વર્ણન છે.
- મહાપ્રસ્થાનિકપર્વ - આ પર્વમાં પાંડવો અને દ્રૌપદીનાં રાજ્ય ત્યજયાની કથા છે.
- સ્વર્ગારોહણ - આ પર્વમાં પાંડવોનાં સ્વર્ગગમન તથા મહાભારતની કથાશ્રવણનાં ફળનું વર્ણન છે.