માણેસ, તું મરોય

વિકિસ્રોતમાંથી
માણેસ, તું મરોય
[[સર્જક:|]]
(ઢાળ : ઓધવ ! અલબેલાને કહેજો કે જેમ હમે કહાવિયે રે લોલ)



માણેસ, તું મરોય


માણેસ, તું મરોય, મ કર આંખ્યો રાતિયા, કુળમાં લાગે ખોય, મરતાં મા ન સંભારિયે.

તરવરિયા તોખાર,હઇયું ન ફાટ્યું હંસલા;મરતાં રા’ખેંગાર ગામતરાં ગુજરાતનાં.
રે, સાબર શિંગાલ, એક દિન શિંગાળાં હતાં; મરતાં રા’ખેંગાર ભવનાં ભીલાં થઇ રહ્યાં.
કાંઉ કેંગરછ મોર, ગોખે ગરવાને ચઢી ? કાપી કાળજ કોર, પિંજર દાઝ્યો પાણિયે.
સ્વામી ! ઊઠો સૈન્ય લઇ, ખડ્ગ ધરો ખેંગાર; છત્રપતિએ છાઇઓ ગઢ જૂંનો ગિરનાર.
વાયે ફરકે મૂછડી, રમણ ઝબૂકે દંત; જુઓ પટોળાંવાળીઓ, લોબડીવાળીનો કંથ.
ઊતર્યાં ગઢ ગિરનાર, તનડું આવ્યું તલાટિયે; વળતાં બીજી વાર.દામોદર કુંડ નથી દેખવો.
ચંપા તું કાં મોરિયો? થડ મેલું અંગાર; મોહોરે કળિયું માણતો, માર્યો રા’ખેંગાર.
ઊંચો ગઢ ગિરનાર, વાદળથી વાતું કરે, મરતાં રા’ખેંગાર રંડાલો રાણકદેવડી.
ગોઝારા ગિરનાર, વળામણ વેરીને કિયો? મરતાં રા’ખેંગાર, ખરેડી ખાંગો નવ થિયો.

મ પડ મારા આધાર,ચોસલાં કોણ ચડાવશે? ગયા ચઢાવણહાર, જીવતા જાતર આવશે.
પાણીને પડતે કહો તો કૂવા તો ભરાવિયે, માણેરાં મરતે શરીરમાં સરણાં વહે.