મારા નખના પરવાળા જેવી

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search

મારા નખના પરવાળા જેવી ચૂંદડી
મારી ચુંદડીનો રંગ રાતો હો લાડલી
ઓઢોને સાહેબજાદી ચૂંદડી

હું તો કેમ કરી ઓઢું રે સાયબા ચૂંદડી
મારા દાદાજી દેખે માતાજી દેખે
કેમ રે ઓઢું રે સોરંગ ચૂંદડી

તમારા દાદાના તેડ્યાં અમે આવશું
તમારી માતાના મન મોહશે હો લાડલી
ઓઢોને લાડકવાયી ચૂંદડી

હું તો કેમ કરી ઓઢું રે સાયબા ચૂંદડી
મારા વીરોજી દેખે ભાભી દેખે
કેમ રે ઓઢું રે સોરંગ ચૂંદડી

તમારા વીરાના તેડ્યાં અમે આવશું
તમારી ભાભીના ગુણલાં ગાશું હો લાડલી
ઓઢોને સાહેબજાદી ચૂંદડી

ચુંદડી ઓઢણ


નોંધ[ફેરફાર કરો]

નથ માં પરવાળું મોતી હોય છે તેવી લાલ ચટ્ટક ચુંદડી ની વાત છે,કાળક્રમે " નખ" ગવાય છે.