મારો જેલનો અનુભવ/અનુભવ પહેલો : કેદખાનું

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← અનુભવ પહેલો : પ્રસ્તાવના મારો જેલનો અનુભવ
અનુભવ પહેલો : કેદખાનું
મોહનદાસ કરમચંદ ગાંધી
અનુભવ પહેલો : કાફરા ને હિન્દી એક ! →


કેદખાનું.


મારા તરંગો બધા નકામા હતા એમ તુરત માલમ પડ્યું. જ્યાં બીજા કેદીઓને લઇ જાય છે ત્યાં મને પણ લઈ ગયા. થોડી મુદ્દતમાં બીજા સાથીઓ પણ આવ્યા. અમે સૌ મળ્યા. પ્રથમ તો અમારું વજન કર્યું, પછી બધાં આંગળાં પડાવ્યા. ત્યારબાદ અમને નાગા કર્યા, ત્યાર પછી અમને જેલનો પોશાક આપવામાં આવ્યો. પોશાકમાં કાળું પાટલૂન, ખમીસ, ખમીસની ઉપરનું પહેરણ (જેને અંગ્રેજીમાં જંપર કહે છે) ટોપી તથા મોજાં અમને આપ્યાં. અમારાં જૂનાં કપડાં ને સારૂં, દરેકને નોખી થેલી આપવામાં આવી. તેમાં તે પેક કર્યા. પછી અમને પોતાની કોટડીમાં લઈ જતાં પહેલાં દરેકને આઠ ઔંસ રોટીનો ટુકડો આપવામાં આવ્યો, પછી કાફરી કેદખાને લઇ ગયા.