મુને મળિયા રે સહજાનંદ સ્વામી

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
મુને મળિયા રે સહજાનંદ સ્વામી
પ્રેમાનંદ સ્વામીમુને મળિયા રે, સહજાનંદ સ્વામી,
મારા જનમ સંગાથી અંતર જામી... ટેક

માથે લીધું રે મે'ણું હું થઈ ચાવી,
હું તો સહજાનંદ સ્વામીની કહાવી... ૧

મારી ઝાલી રે બાંહલડી નાથે,
હું તો વેચાણી સ્વામીને હાથે... ૨

મારા સર્વે રે કારજડાં સરિયાં,
રંગભીનો સહજાનંદજી વરિયા... ૩

પ્રેમાનંદના રે સ્વામી નારાયણ,
મને કીધી વહાલેજી પ્રભુ પારાયણ... ૪