મોરલી

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
મોરલી
દયારામ
(ઢાળ : આજની ઘડી રળિયામણી)


<poem> મોરલી વાગી રે શ્રી કૃષ્ણની. હાં રે વ્હાલા ! સરસ્વત સ્વામીને વિનવું; હાં રે વ્હાલા ! ગણપત લાગું પાય, લાલ ! જી રે. મોરલી૦ હાં રે વ્હાલા ! સરોવર પાણીડાં સંચર્યા; હાં રે વ્હાલા ! કાંઠે તે ઉભો ક્હાન, લાલ ! જી રે. મોરલી૦ હાં રે વ્હાલા ! સોના તે કેરૂં મ્હારૂં બેડલું; હાં રે વ્હાલા ! ઉઢાણી રતન જડાવ, લાલ ! જી રે. મોરલી૦ હાં રે વ્હાલા ! ક્હાને તે કંકર ફેંકિયો હાં રે વ્હાલા ! વાગ્યો ઘડૂલો હેઠ, લાલ ! જી રે. મોરલી૦ હાં રે વ્હાલા ! ઘડૂલો ફૂટ્યો ને નીર વહી ગયાં, હાં રે વ્હાલા ! ભીંજ્યા મ્હારાં નવરંગ ચીર, લાલ ! જી રે. મોરલી૦ હાં રે વ્હાલા ! સાસુ તે મ્હારી ખીજશે; હાં રે વ્હાલા ! નણદલ દેશે ગાળ, લાલ ! જી રે. મોરલી૦ હાં રે વ્હાલા ! દેરાણી જેઠાણી મ્હેણાં મારશે; હાં રે વ્હાલા ! પરણ્યો તે કરશે પેર, લાલ ! જી રે. મોરલી૦ હાં રે વ્હાલા ! દયાના પ્રીતમ પ્રભુ પાતળા; હાં રે તે તો મ્હારા પ્રાણનાઆઅધાર, ! લાલ ! જી રે. મોરલી૦