મોહનજીની રે

વિકિસ્રોતમાંથી
મોહનજીની રે
પ્રેમાનંદ સ્વામી


પદ ૧૯૮૪ મું

મોહનજીની રે, લીલા અતિ સુખકારી;
આનંદ આપે રે, સુણતાં ન્યારી ન્યારી. ૧

ક્યારેક વાતો રે, કરે મુનિવર સાથે;
ગુચ્છ ગુલાબના રે, ચોળે છે બે હાથે. ૨

શીતળ જાણી રે, લીંબુ હાર ગુલાબી;
તેને રાખે રે, આંખ્યો ઉપર દાબી. ૩

ક્યારેક પોતે રે, રાજીપામાં હોયે;
વાતો કરે રે, કથા વંચાવે તોયે. ૪

સાંભળે કીર્તન રે, પોતે કાંઈક વિચારે;
પૂછવા આવે રે, જમવાનું કોઈ ત્યારે. ૫

હાર ચઢાવે રે, પૂજા કરવા આવે;
તેના ઉપર રે, બહુ ખીજી રીસાવે. ૬

કથા સાંભળતાં રે, હરે હરે કહી બોલે;
મર્મ ક્થાનો રે, સુણી મગન થઈ ડોલે. ૭

ભાન કથામાં રે, બીજી ક્રિયા માંયે;
ક્યારેક અચાનક રે, જમતાં હરે બોલાયે. ૮

થાય સ્મૃતિ રે, પોતાને જ્યારે તેની;
થોડુંક હસે રે, ભક્ત સામું જોઈ બેની. ૯

એમ હરિ નિત નિત રે, આનંદ રસ વરસાવે;
એ લીલા રસ રે, જોઈ પ્રેમાનંદ ગાવે. ૧૦

અન્ય સંસ્કરણ[ફેરફાર કરો]


મોહનજીની રે, લીલા અતિ સુખકારી;
આનંદ આપે રે, સુણતાં ન્યારી ન્યારી.

ક્યારેક વાતો રે, કરે મુનિવર સાથે;
ગુચ્છ ગુલાબના રે, ચોળે છે બે હાથે.

શીતળ જાણી રે, લીંબુ હાર ગુલાબી;
તેને રાખે રે, આંખ્યો ઉપર દાબી.

ક્યારેક પોતે રે, રાજીપામાં હોયે;
વાતો કરે રે, કથા વંચાવે તોયે.

સાંભળે કીર્તન રે, પોતે કાંઈક વિચારે;
પૂછવા આવે રે, જમવાનું કોઈ ત્યારે.

હાર ચઢાવે રે, પૂજા કરવા આવે;
તેના ઉપર રે, બહુ ખીજી રીસાવે.

કથા સાંભળતાં રે, હરે હરે કહી બોલે;
મર્મ ક્થાનો રે, સુણી મગન થઈ ડોલે.

ભાન કથામાં રે, બીજી ક્રિયા માંયે;
ક્યારેક અચાનક રે, જમતાં હરે બોલાયે.

થાય સ્મૃતિ રે, પોતાને જ્યારે તેની;
થોડુંક હસે રે, ભક્ત સામું જોઈ બેની.

એમ હરિ નિત નિત રે, આનંદ રસ વરસાવે;
એ લીલા રસ રે, જોઈ પ્રેમાનંદ ગાવે. ૧૦