યમુનામેં કૂદ પડ્યો કનૈયો

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search

યમુનામેં કૂદ પડ્યો, કનૈયો
તેરો યમુના મેં કૂદ પડ્યો ... કનૈયો

પેસી પૈયારે કાલિનાગ નાથ્યો,
ફન પર નિરત કર્યો ... કનૈયો.

નંદબાવા ઘર નોબત બાજે,
કંસરાય દેડકે ડર્યો ... કનૈયો.

માત યશોદા રુદન કરત હૈ,
નૈનો મેં નીર ઝર્યો ... કનૈયો.

ટચલી આંગળીએ ગોવર્ધન તોર્યો,
ઈન્દ્ર નો માન હર્યો ... કનૈયો.

બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધરના ગુણ,
મથુરા મેં વાસ કર્યો ... કનૈયો.