લખાણ પર જાઓ

યુગવંદના/થાકેલો

વિકિસ્રોતમાંથી
← એ જ પ્રાણ યુગવંદના
થાકેલો
ઝવેરચંદ મેઘાણી
૧૯૩૧
સુખ-દુઃખ →


થાકેલો


મારા જ્ઞાન-ગુમાનની ગાંસડી ઉતરાવો શિરેથી આજ :
મારાં પુસ્તક-પોથાંની પોટલી ઉતરાવો શિરેથી આજ.

બોજો ખેંચી ખેંચી માથું ફાટે મારું,
કાયામાં કળતર થાય;
હાંફી હાંફી મારું હૈયું થાક્યું છે, ને
આંખે અંધારાં ઘેરાય રે. — ઉતરાવો૦

મોરમુગટ માથે, હાથે બાંસુરી ને
રાધાનો આતમરામ,
એવા રૂપાળા ગોપાળાને મળવા
તલખે હવે મારા પ્રાણ રે. — ઉતરાવો૦

વેદ ભૂલું ને વેદાન્ત ભૂલું ભલે,
દેખાય છે તારાં રાજ;
આવું છું, ઓ વાલા ! કુંજ-દ્વારે તારે
દીવો પેટાવવા કાજ રે. — ઉતરાવો૦