રંગભીના રસીલી તારી

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
રંગભીના રસીલી તારી
પ્રેમાનંદ સ્વામીરંગભીના રસીલી તારી આંખલડી
  મારા મનને કીધું છે ગુલતાન રે કહાન
  રસિયા રસીલી તારી આંખલડી... ટેક

જાણે શરદ કમળ કેરી પાંખલડી,
  માંહી રેખા રાતી ગુણવાન રે કહાન,
કામણગારી રસાળી કાળી પુતળી,
  એ તો સામ દામ દંડ ગુણ ખાણ રે કહાન... મારા.

તારાં નેણાં જોઈને મોટા છત્રપતિ,
  તજી ભોગને ફરે છે રાનોરાન રે કહાન,
જોઉં તારાં નેણાં નિરંતર નાથજી,
  પ્રેમાનંદને આપો એ દાન રે કહાન... મારા