રસિકવલ્લભ/પદ-૪૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
Padlock-red.svg
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← પદ-૪૫ રસિકવલ્લભ
પદ-૪૬
દયારામ
પદ-૪૭ →


પદ ૪૬ મું

નિર્ગુણ સગુણ શ્રુતિનો અર્થ
નિર્ગુણ સગુણ શ્રુતિનો અર્થજી, એમ કર્યો મહામત્ય સમર્થજી;
પ્રાકૃત ગુણ નહિ જેમાં લેશજી, અપ્રાકૃત ગુણ ભર્યા અશેષજી. ૧

સત્ ચિત્ આનંદ આદિ અનંતજી, ઐશ્વર્યાદિસહ ભગવંતજી;
અગુણસગુણ એ બ્રહ્મ વિચારજી, કેવળ નિર્ગુણ કહે ગમારજી. ૨

ઢાળ

કહે છે ગમાર ગતિ વિના, જીવ બ્રહ્મ થાયે એક;
ભળે બ્રહ્મમાં એ કથન છે, જીવ ભિન્ન ભાખું વિવેક ૩

નદી નીર ચડી સાગર ભળે, ભિન્નતા ન ભાસે લેશ;
નિજ ઉદક લેઇ પાછો ફરે, સરિ સલિલ રહે અવશેષ. ૪

બહુ વૃક્ષના રસ ભળેથી, નિપજે મધુઅપૂપ;
નવ સ્વાદ જૂદો અન્ય, મક્ષી જ્ઞાન પૃથક સ્વરૂપ. ૫

નથી ભિન્ન તો ક્યમ જનક બોલ્યો, બ્રહ્મસ્વરૂપ ?
વળી બ્રહ્મ ભળિયાં નિકળ્યા, વ્રજવાસી ક્યમ અનુપ? ૬

ભજનાનંદની બ્રહ્માનંદથી અધિકતા
કદી બ્રહ્મ ભળ્યા તોયે સુખ કશું, જળસ્વાદ શો જળરૂપ,
જ્યમ કમળ ગંધ ન કમળને, ભોક્તા સુગંધ મધુપ. ૭

છતે સ્વામીએ વિધવાપણું, સહુ માને માયાવાદી,
જન દયાપ્રીતમ કૃષ્ણાનંદના રસિકજન છે સ્વાદી. ૮