રસિકવલ્લભ/પદ-૯૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
Padlock-red.svg
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← પદ-૯૮ રસિકવલ્લભ
પદ-૯૯
દયારામ
પદ-૧૦૦ →


પદ ૯૯ મું

<poem> રચી રાખ્યું છે હરિએ જેહજી, ટળે ન કોથી નિપજે તેહજી; ફેર પડે નહીં કોટિ ઉપાયજી, યત્ન ન ચાલે શિવ બ્રહ્માયજી. ૧

હરિકૃતિમાં જીવ હુંપદ તેવુંજી શ્વાન શકટને તાણે જેવુંજી; જીવનું કીધું તેટલું થાયજી, મળતું આવે હરિ ઇચ્છાયજી. ૨

ઢાળ

ભગવાનની ઇચ્છાને અધીન થવું એ જીવનનો ધર્મ છે

ઇચ્છા હરિ અનુસરતું આવે, તે બને લહે જાણ; ત્યમ નિત્ય નથી બનતું જુએ છે પ્રકટ શું પ્રણામ. ૩

જ્યમ જે સમય જેટલું જેને લખ્યું નંદકુમાર; ત્યમ તે સમે તેટલું તેને, પ્રાપ્ત હોય નિર્ધાર. ૪

દુઃખ મૃત્યુ કો માગે ન પણ સહજે સમય સદ્ય આવે, તે રીત સુખ સમજુ લહે, સર્વને સમજણ નાવે. ૫

કર્માદિબલ ત્યાં લગી ખરું, હરિ જ્યાં લગી મન નાણે; નહી તો કહે ઈશ્વર કૃપાકર વેદ શિદ વખાણે. ૬

સૌ તજી હરિ શરણે પડ્યા તેનું સર્વ નિજ ઇચ્છાય; ત્યમ નહીં જગતના જીવને કર્માદિ વશ કહેવાય. ૭

સુખ દુઃખ હાનિ લાભાદિક, સહુ વણ કરે પણ થાય; તે ચિંતા તજી ચાનક ધરી, ભજ દયા પ્રીતમ વ્રજરાય. ૮

(પૂર્ણ)