રાજમાતા જીજાબાઈ અને બીજાં સ્ત્રી રત્નો/ચૌબે લોકનાથજીનાં પત્ની

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← તાઇબાઈ રાજમાતા જીજાબાઈ અને બીજાં સ્ત્રીરત્નો
ચૌબે લોકનાથજીનાં પત્ની
શિવપ્રસાદ દલપતરામ પંડિત
આનંદમયી →
४७–चौबे लोकनाथजीनां पत्नी

બૂંદીના રાવરાજા શ્રી બુધસિંહજીના દરબારમાં કવિરાજ લોકનાથજી બિરાજતા હતા. રાવરાજા શ્રી બુધસિંહજી સંવત ૧૭૫૨ થી સંવત ૧૮૦૫ સુધી વિદ્યમાન હતા. તેમના કવિરાજ લોકનાથજી ન્યાતે ચૌબે બ્રાહ્મણ હતા અને કવિતા સારી લખતા હતા. તેમની ધર્મપત્ની પણ પતિના સહવાસથી કવિતા કરતાં શીખી ગઈ હતી. એની કવિતા ઘણી સુંદર, સરળ અને પ્રાસાદિક હતી.

એક સમયે કવિરાજ લોકનાથજી રાવરાજા શ્રીબુધસિંહની સાથે દિલ્હી ગયા હતા. પાછળથી તેમની પત્નીને સમાચાર મળ્યા કે, “દિલ્હીના બાદશાહે રાવરાજાજીને અટક પાર જવાનો હુકમ આપ્યો છે અને કવિરાજાજી પણ સાથે જશે.” અટક નદીની પાર જવાથી ધર્મભ્રષ્ટ થવાય છે, એવું લોકોનું માનવું હતું એટલે કવિરાજની પત્નીએ કવિરાજને એક પત્ર લખી મોકલ્યો. એમાં જે કવિત લખ્યું હતું, તે રાવરાજાજીને પણ ઘણું પસંદ આવ્યું.

કવિત

મૈં તો યહ જાનીહી કિ લોકનાથ પાય પતિ,
સંગહી રહૌંગી અરધંગ જૈસે ગિરિજા;
એ તે પૈ વિલક્ષન હવૈ ઉત્તરગમન કીનો,
કૈસે કૈ મિટત યે વિયોગ બિધિસિરિજા.
અબ તો જરૂર તુમ્હેં અરજ કરેહી બનૈ;
વેહુ દ્વિજ જાનિ ફરમાય હૈંકિ ફિરિજા,
જો પૈં તુમ સ્વામી આજ અટક ઉલ્લંઘ જૈહો;
પાતી માહિ કેસે લિબૂઁ મિશ્ર મીરમિરિજા.