રાજમાતા જીજાબાઈ અને બીજાં સ્ત્રી રત્નો/દાઈ કોયલ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ગૌરીબાઈ રાજમાતા જીજાબાઈ અને બીજાં સ્ત્રીરત્નો
દાઈ કોયલ
શિવપ્રસાદ દલપતરામ પંડિત
નૂર–ઉન્‌–નિસા →
५२-दाई कोयल

હિજરી સન ૧૧૭૯ માં મરણ પામેલા બંગાળાના સૂબેદાર સૌલતજંગના પુત્ર શૌકતજંગની દાઈ હતી. એ ઘણી જ બુદ્ધિમાન અને રાજનીતિમાં પ્રવીણ સ્ત્રી હતી. તેની અપૂર્વ બુદ્ધિને લીધે સૌલતજંગે તેને ‘દાના અનકા’ (બુદ્ધિમાન ધાત્રી) નો ખિતાબ આપ્યો હતો. સૌલતજંગના મૃત્યુ પછી, તેનો પુત્ર શૌકતજંગ ગાદી ઉપર બેઠો; પણ તેનામાં રાજ્ય કરવા જેટલી હોશિયારી નહોતી. રાજ્યની વ્યવસ્થા ઘણી બગડી ગઈ અને તેની પૂરી બરબાદી થવાનાં ચિહ્ન જણાવા લાગ્યાં, પણ આ આપત્તિના સમયે ધાત્રી કોયલે શૌકતજંગને ઘણી અમૂલ્ય મદદ આપી. ઇતિહાસકારો લખે છે કે, દાઈ કોયલના બુદ્ધિચાતુર્યને લીધે જ એ રાજ્ય કાયમ રહ્યું હતું.