રાજવણ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
રાજવણ
દામોદર બોટાદકર
(અંજનીના જાયા હનુમાન રે ! સમરું બજરંગી  : એ ઢાળ)

<poem>

સખિ ! ધીરે-ધીરે પગ ધાર રે, રાજવણ રંગભીની ! ઘડી ધેરાતી આંખડી ઉઘાડ રે, રાજવણ રંગભીની ! નવા જગની આ વાટડી નિહાળ રે, રાજવણ રંગભીની ! હસે હૈયાનાં હેત જો ! હજાર રે, રાજવણ રંગભીની !

મધુર મધુર મુખ મરકતો, ઊભો ઉર આધાર; કરમાં કર દઈ કોડાથી એની શીળી શી છાંયડીમાં ચાલે રે, રાજવણ રંગભીની !

સખિ ! ધીરે-ધીરે પગ ધાર રે, રાજવણ રંગભીની ! ઘડી ધેરાતી આંખડી ઉઘાડ રે, રાજવણ રંગભીની ! નવા જગની આ વાટડી નિહાળ રે, રાજવણ રંગભીની ! હસે હૈયાનાં હેત જો ! હજાર રે, રાજવણ રંગભીની !

પ્રિયજન પ્રેમભર્યાં કરે સુખશીળો સત્કાર, આતુર ઉર ઉછળી રહે તને ઊંચો દેવા અધિકાર રે, રાજવણ રંગભીની !

સખિ ! ધીરે-ધીરે પગ ધાર રે, રાજવણ રંગભીની ! ઘડી ધેરાતી આંખડી ઉઘાડ રે, રાજવણ રંગભીની ! નવા જગની આ વાટડી નિહાળ રે, રાજવણ રંગભીની ! હસે હૈયાનાં હેત જો ! હજાર રે, રાજવણ રંગભીની !

કોમળ કૈં કુસુમો ખરે, વિધિનું વરસે વહાલ, અમીઝરણાં જગનાં ઝરે એનો અંતરમાં ઝીલજે ઉછાળ રે, રાજવણ રંગભીની !

સખિ ! ધીરે-ધીરે પગ ધાર રે, રાજવણ રંગભીની ! ઘડી ધેરાતી આંખડી ઉઘાડ રે, રાજવણ રંગભીની ! નવા જગની આ વાટડી નિહાળ રે, રાજવણ રંગભીની ! હસે હૈયાનાં હેત જો ! હજાર રે, રાજવણ રંગભીની !

પુણ્યભર્યાં પરિણામ એ, સુરપુરનો સંચાર, પ્રભુનો પંથ પવિત્ર એ, એનો ઊંચો આદેશ એ ઉદાર રે, રાજવણ રંગભીની !