રાધિકા સુંદરી !

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
રાધિકા સુંદરી !
નરસિંહ મહેતા


રાધિકા સુંદરી ! સકલ શિરોમણી, વેઠ્ઠલા - વલ્લહી માન માગું,
ક્ષણુએક નાથને બાથ અળગી કરો, મેલ મમ નાથને પાય લાગું. - રાધિકા. (૧)

અજિત તેં જિતિયો, અબંધ તે બાંધિયો નેહભર શામ-શુ કેલિ કરતા,
તા હરું ચલણ દીસે ઘણુંઘર વિષે, સમુદ્રતનયા હિંડે અંક ભરતા - રાધિકા. (૨)

પુરુષને પુરુષનો સ્નેહ શું કામનો ? નારીને પુરુષનો સંગ રૂડો,
જેની માયા વિષે વિશ્વ બૂડી રહ્યું, તેહ હરિ રાધિકા સંગ બૂડ્યો - રાધિકા. (૩)

છેલ ચંચળ ! અહંકાર નવ કિજિયે, જાય અહંકાર ત્ જોત જોતાં,
ભણે નરસૈયો : 'મેલ મમ નાથને, નીકળશે કાદવ કોઠી ધોતા' - રાધિકા. (૪)

નરસિંહ મહેતા

નરસિંહ મહેતા (વિકિપીડિયા ગુજરાતી)