રાષ્ટ્રિકા/ઓ હિંદ

વિકિસ્રોતમાંથી
← સ્વાત્મનિંદા રાષ્ટ્રિકા
ઓ હિંદ
અરદેશર ખબરદાર
હિંદના વાસી - સર્વ સંન્યાસી →





ઓ હિંદ*[૧]


• રાગ પીલુ-ત્રિતાલ † [૨]

ઝૂરી ઝૂરી હવે ક્યાં સુધી જોવું ?
ઓ હિંદ ! તારું અહીં દુઃખ શુ રોવું ? ઝૂરી.

કળિમાં ખવાઈ તું શૂરવીર જાયી,
ઝરપે જખમ તેમાં તુ આ તણાઈ! ઝૂરી. ૧

ઊંચ કુલીન તારું નૂર અમીરી,
રે શું ધર્યો હવે હાલ ફકીરી ? ઝૂરી. ૨

લમણે તું હાથ રે મૂકી શું ઝૂરે ?
હાલ આ તારો હૃદય મુજ ચૂરે ! ઝૂરી. ૩

દુઃખનું છવાયું છે વાદળ માથે,
રે કોણ હાથ ધરી રહે સાથે ? ઝૂરી. ૪

કોણ ઉધ્ધારે રે કોણ ઉગારે ?
આ દુઃખસાગરથી કોણ તારે ? ઝૂરી. ૫

આજ શૃંગાર સૌ તુજથી વછૂટ્યો,
પૂર્ણ વૈરાગ્ય નિરાશે શુ ચૂંટ્યો ? ઝૂરી. ૬

રસ આઠે તારા ગયા કહીં ઊડી ?
સર્વ છબી કરુણા મહીં બૂડી ! ઝૂરી. ૭

બહુ બહુ રે રહી રાત અંધારી !
ઓ ઈશ ! ક્યાં છે અરુણની બારી ? ઝૂરી. ૮

અદલ પ્રભુ ! આ સમાધિ મુકાવો !
કે મુજ હિંદ લે શુભ દિન લહાવો ! ઝૂરી. ૯


  1. *ઇ. સ. ૧૯૦૨
  2. †"ઇસ તનધનકી કૌન બડાઇ"—એ રાહ.