લખાણ પર જાઓ

રાષ્ટ્રિકા/દમણગંગા

વિકિસ્રોતમાંથી
← પ્રભાતશુક્રને રાષ્ટ્રિકા
દમણગંગા
અરદેશર ખબરદાર
સ્વાધીનતા  →
* ધ્વનિત *





દમણગંગા

• ધ્વનિત •

બહુ વેળ અહીં તુજ પાસ જ બેસી રહી,
તુજ અંતર સાથ ગૂંથ્યું મુજ અંતર મેં;
મુજ ઉર મૂક્યું તરતું તુજ અંદર મેં:
પ્રિય દમણગંગ ! તરાવ નચાવ મહીં!

ભરતી ભરતી ભર લાખ તરંગ અહીં
મુજ જીવનરંગતરંગ ભરી મરમે;
વળી ઊતરતી મુજ ખ્યાલ ભર્યા ભરમે
લઈ જૈ કર ખાલી તું સાગરમાંય વહી!

સરિતા-સજની ! તુજ પર્વતતાતથકી
પડી છૂટી સ્વછંદ વહે વનમાં પુરમાં,
કર વાત વિહારતણી તુજ હ્યાં મુજશું,

ભરી રાખું પ્રીતે સહુ તે સુણીને ઉરમાં,
પછી કાવ્યતરંગ ન શેં ઉભરાય નકી
જવ દમણગંગ ! સ્વછંદ વહે તુજશું ?