રાષ્ટ્રિકા/ ભરતસમાજની ભક્તિ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ કૃતિ/પાનું હમણાં જ અહીં લાવ્યા છીએ અને તેની ભૂલશુદ્ધિ (પ્રૂફ રીડીંગ) બાકી છે. જો તેમાં કોઈ ભૂલો જણાય તો ક્ષમા કરશો, થોડા સમયમાં આનું શુદ્ધિકરણ કરીને તેને આખરી ઓપ આપી દેવામાં આવશે.
← રાષ્ટ્રિકા/ હિન્દનો મંદવાડ રાષ્ટ્રિકા
ભરતસમાજની ભક્તિ
અરદેશર ખબરદાર
રાષ્ટ્રિકા/હિન્દનો વિજયડંકો →
રાગ કાફી


<poem>

જય જગરાયા ! ખૂબી તુજ ન્યારી, હરિ ! તું હસાવને હિન્દ અમારી ! –

તું જગતારક, દુ:ખવિદારક, તારી દયા બહુ ભારી; આશિષ દઈ કર આ શુભ અવસર જયજય મંગલકારી ! – હરિ.

રામ ને કૃષ્ણની પુણ્યભૂમિ તે આજ રહે ક્યમ હારી ? શૂર ચઢાવ ગજાવ હવે તું, નૂર દીપાવ વધારી ! – હરિ.

એક જ સૂત્ર તું કર હિન્દપુત્રનું : ‘સેવું ન શુ ભૂમિ મારી ?” એક ઉદેશ અને હિત એક જ, એક જ અંતર ધારી ! – હરિ.

ભારતસમાજ તું કર દ્રઢ પૂરો, જ્ઞાનબળે શણગારી; યજ્ઞ જ આ પ્રભુ ! પાર ઉતારી, હિન્દની જો બલિહારી ! – હરિ.

ભાવિકિરણ કઈ દૂર હસે છે, હિન્દતિમિર દે વિદારી ! આશ સફળ ઈશ અદલ કરે તું, જયજય હિન્દ ઉદ્ધારી ! – હરિ.

• આ તથા એની પછીનું “હિન્દનો વિજયડંકો” એ બે કાવ્યો સને ૧૯૦૨મ અમદાવાદમાં મળેલી “ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ”ને પ્રસંગે રચાયા હતા તથા કોંગ્રેસમંડપમાં વહેચ્યા હતા.