રાસચંદ્રિકા/અમરવસંત

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ કૃતિ/પાનું હમણાં જ અહીં લાવ્યા છીએ અને તેની ભૂલશુદ્ધિ (પ્રૂફ રીડીંગ) બાકી છે. જો તેમાં કોઈ ભૂલો જણાય તો ક્ષમા કરશો, થોડા સમયમાં આનું શુદ્ધિકરણ કરીને તેને આખરી ઓપ આપી દેવામાં આવશે.
← અમૃતપુરીની દેવીઓ રાસચંદ્રિકા
અમરવસંત
અરદેશર ખબરદાર
ફૂલવાડીનો મોરલો →
. મારી મટુકીમાં હો મહારાજ ! મહીડાં છલકે રે .


આવી આવી આ અમરવસંત વિશ્વસદનમાં રે,
એનાં ઉતરે છે હાસ્ય અનંત વનમાં જનમાં રે;
આજે આવી છે નવર્સરેલ, જગને ભરતી રે,
તેમાં કરતી સૌ કુદરત ખેલ, તરતી સરતી રે :

સ્વર્ગફુવારા ફૂતતા, સીંચે જગના બાગ :
પળપળ અમીકણ છૂટતા પૂરે ફૂલફૂલમાં નવફાગ ;
- વનમાં જનમાં રે :
આવી આવી આ અમરવસંત વિશ્વસદનમાં રે. ૧

ઊંચે ઊંચે ઊડે નભપાંખ ઝીલતી જ્યોતિ તે,
નીચે નીચે ઝળે જનાઅંખ, ચિત્રે મો'તી રે :
આજે રસધરના છે રાસ, કુદરત ચોકે રે,
એના ભવ્ય બ્ર્હ્માંડવિલાસ છાય ત્રિલોકે રેઃ

ઊતર્યા ફરી આકાશ આ, ઊઘડ્યાં નવલપ્રભાત;
ઉરઉરના આવાસમાં ચાલે નવનવ નૂરની વાત;
- વનમાં જનમાં રે :
આવી આવી આ અમરવસંત વિશ્વસદનમાં રે. ૨

આજે મૂર્ત બન્યાં છે સર્વ સ્વર્ગનાં સ્વપ્નાં રે,
પૃથ્વી પલકે છે પાંદડે ખર્વ તેજે તપનાં રે;
આજે વિશ્વવીનાના તાર વિભુ ફરી તાણે રે,
એના તારે તારે રણકાર અજબ કો આણે રે :

સુંદરતાનાં, સ્નેહનાં, અંજન જગ અંજાય;
કિરણે કિરણે દેહના ઝબકે ચિરયૌઅવનની ઝાંય;
- વનમાં જનમાં રે :
આવી આવી આ અમરવસંત વિશ્વસદનમાં રે. ૩

આવો આવો, ઓ રસના સંત ! હસતા આવો રે,
જગઝૂલતી આ અમરવસંત ઉર પધરાવો રે !
વિભુ ઉભો રહી રસઘાટ બંસી બજાવે રે,
એના ઊડતા આનંદ વિરાટ ઝીલજો ભાવ રે !

ક્યાં નંદનવન નાથનાં,ક્યાં જનજીવન શૂન્ય ?
નિત્યવસંતના સાથમાં ખીલજો પુષ્પસમાં તમ પુણ્ય !
- વનમાં જનમાં રે :
આવી આવી આ અમરવસંત વિશ્વસદનમાં રે. ૪

(પૂર્ણ)