રાસચંદ્રિકા/ચંદાનું ગાન

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
←  પનિહારી ચંદા રાસચંદ્રિકા
ચંદાનું ગાન
અરદેશર ખબરદાર
વીજળી →
.વનમાં બોલે મીઠા મોર .
ચંદાનું ગાન

♦ વનમાં બોલે મીઠા મોર. ♦


હાં રે હું તો ધરણીમાતાની વડી બેટી,
વળાવી નભસાસરે રે લોલ,
તોય મારાં ભાંડુડાં સેવું રહી છેટી,
પડ્યાં જે માને આસરે રે લોલ :
ઝેરવેરભર્યાં અંધારજળ વેરે
ભૂંડો કો છૂપી વ્યોમમાં રે લોલ,
ઘેરાં ઘેરાં ઘેને તે નેણ સૌનાં ઘેરે,
છવાય રોમરોમમાં રે લોલ. ૧

સોને મઢ્યો કૂવો સાસરિયાનો,
અમૃત ઉભરાવતો રે લોલ,
તેમાં માતદીધો કુંભ મારો નાનો
ભરી હું લઉં ભાવતો રે લોલ !

મોડી વહેલી રોજ એ કુંભ લઈ જાઉં,
ભાંડુડા મારાં ઠારવા રે લોલ,
ગોરાં ગોરાં અમૃત એ સૌને હું પાઉં,
તે ઘેનને ઉતારવા રે લોલ ! ૨

ઊંચો મારો સાસરિયાનો માળો,
મઢેલો તારાફૂલડે રે લોલ;
તેમાં મારો હીંચકો બાંધી રઢિયાળો,
ઝૂલું હું કરઝૂલડે રે લોલ;
હાથે લાગ્યાં ફૂલડાં ચૂંટી ચૂંટી
હું વેરું માને આંગણે રે લોલ,
હીંચી ઘડી ત્યાંથી જાઉં નીચે છૂટી
માતાને પાયલાગણે રે લોલ ! ૩

ઘેરી લહેરી સાસરિયાની વાતો
બતાવું નહીં ખોલીને રે લોલ,
રાતો રાતો જ્વાલામુખી ઉર છાતો
સુધાએ રાખું બોળીને રે લોલ !
એક તો મેં સેવાનાં વ્રત લીધાં,
તે ઘૂમી ઘૂમી પળવાં રે લોલ,
સાચાં મારા હેવાતણ એ કીધાં :
ઉભય કુળ ઉજાળવાં રે લોલ ! ૪


સેવા કરું માતપિતાની સ્નેહે,
સેવા કરું હું સસરે લોલ,
સેવા કરું ભાંડુડાંની ઉરલેહે :
ધર્મ જ સેવા-આસરે રે લોલ !
વાદળ સરવર સરિતા ને સિંધુ
સુમન મારાં ઝીલતાં રે લોલ;
ગાંઠે હોય સિંધુ કે હોય નાનું બિંદુ :
સેવાએ રહો ખીલતાં રે લોલ ! ૫