રાસચંદ્રિકા/ત્રિકાલ

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ કૃતિ/પાનું હમણાં જ અહીં લાવ્યા છીએ અને તેની ભૂલશુદ્ધિ (પ્રૂફ રીડીંગ) બાકી છે. જો તેમાં કોઈ ભૂલો જણાય તો ક્ષમા કરશો, થોડા સમયમાં આનું શુદ્ધિકરણ કરીને તેને આખરી ઓપ આપી દેવામાં આવશે.
← આવજો, જોગીડા ! રાસચંદ્રિકા
ત્રિકાલ
અરદેશર ખબરદાર
આજની વાત →


* ગરબી[૧] *

મીઠી મીઠી બોલે, વસંત ઉર લોલે,
હો ઝૂમે આશાના મૉર ;
રાતું રાતું ખીલે, પ્રભાત રંગ ઝીલે,
તે લાગે ઝાંખા ને ઘોર :
રંગ હોઠે વસે રે લોલ !

કોયલ ડાળે ડાળે ટહૂકી રહે ઊનાળે,
હો નાચે પ્રીતિના મોર :
તપી તપી તાપે બપોર તેજ વ્યાપે,
તેમ ચળકે આંખલડી ચોર :
પ્રભા મુખડે હસે રે લોલ !

પાન ખરે ઝૂકે, હેમંત વાયુ ફૂંકે,
હો ફૂટે સ્મૃતિના અંકોર :
ભૂરી ભૂરી સાંઝે સરોજ દિલ દાઝે,
ત્યાં પડઘા પાડે ઉરશોર :
દિશા ડૂબતી દિસે રે લોલ !

નોંધ[ફેરફાર કરો]

  1. આ ગરબી નવી છે.
-૦-