રાસચંદ્રિકા/દૂધડાં દોહતી

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ કૃતિ/પાનું હમણાં જ અહીં લાવ્યા છીએ અને તેની ભૂલશુદ્ધિ (પ્રૂફ રીડીંગ) બાકી છે. જો તેમાં કોઈ ભૂલો જણાય તો ક્ષમા કરશો, થોડા સમયમાં આનું શુદ્ધિકરણ કરીને તેને આખરી ઓપ આપી દેવામાં આવશે.
← દાણ રાસચંદ્રિકા
દૂધડાં દોહતી
અરદેશર ખબરદાર
સવારમાં જળ ભરવા →
(ઢાળ : ઊંચા આકાશ, ઊંચી વાદળી, અલીકોયલડી !

કાંઈ ઊંચા તારા રણવાસ :

મીઠડું ટહુંકજે રે, અલીકોયલડી ! )


<poem> ગોરાં ઉજાસ, ગોરાં વ્યાણલાં, મનમોહનજી ! ગોરાં ગોરાં ગોકુલનાં ગામ : દૂધડાં દોહું રે, મનમોહનજી !

ગોરી ચમેલી, ગોરી વાદળી, મનમોહનજી ! ગોરી ગોરી હું ને ત્હમે શ્યામ :

દૂધડાં દોહું રે, મનમોહનજી !

કાળી ભૃકુટી, કાળી આંખડી, મનમોહનજી ! કાલી કાલી ત્હમારી વાત :

દૂધડાં દોહું રે, મનમોહનજી !

આવી અડપલાં મા કરો, મનમોહનજી ! મ્હારા દૂધ દોહવણિયા હાથ :

દૂધડાં દોહું રે, મનમોહનજી !

કાળાં અખાડિયાં આભલાં, મનમોહનજી ! કાળા કાજળિયા અંધાર :

દૂધડાં દોહું રે, મનમોહનજી !

કાળી કાળી મ્હારી ગાવડી, મનમોહનજી ! ત્હેની ગોરી આ દૂધની ધાર :

દૂધડાં દોહું રે, મનમોહનજી !

કાળા ભ્રમર ભમે વાડીમાં, મનમોહનજી ! ગોરાં ગોરાં કમળના ફૂલ :

દૂધડાં દોહું રે, મનમોહનજી !

દિલે સિંહાસન દેવના, મનમોહનજી ! કરજો કાળાં ગોરાંનાં મૂલ :

દૂધડાં દોહું રે, મનમોહનજી !

કાળી કૂજે કહિં કોકિલા, મનમોહનજી ! ગોરા ગોરા આંબાના મ્હોર

દૂધડાં દોહું રે, મનમોહનજી !

આઘે વગાડો તમે વાંસળી, મનમોહનજી ! દો'તાં દહાડો જશે ચઢી પ્હોર :

દૂધડાં દોહું રે, મનમોહનજી !

કાળાં તળાવ, ગોરાં હંસલાં , મનમોહનજી ! ઊંડા ઊંડા જીવનના બોલ

દૂધડાં દોહું રે, મનમોહનજી !

લાવો, મટુકી તમ અત્માની, મનમોહનજી ! આ દૂધડાં સ્વાદ છે અમોલ !

દૂધડાં દોહું રે, મનમોહનજી !

-૦-