રાસચંદ્રિકા/બંસરી
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
← બાપુજી | રાસચંદ્રિકા બંસરી અરદેશર ખબરદાર |
ગોવાળિયો → |
બંસરી
♦ ગરબી - રાગ દેશ . ♦
દૂર દૂર બજાવે કોઈ બંસરી,
વનવન ઝીલે સોરધાર:
દૂર દૂર બજાવે કોઈ બંસરી. -
ઉર ઉર જગાવે કોઈ બંસરી
જનજન ઝીલે ઉરધાર:
દૂર દૂર બજાવે કોઈ બંસરી. ૧
રસ રસ રેલાવે કોઈ બંસરી
ઘનઘન ઝરે જલધાર:
દૂર દૂર બજાવે કોઈ બંસરી.
નસ નસ નચાવે કોઈ બંસરી
તનમન ભરે કલધાર:
દૂર દૂર બજાવે કોઈ બંસરી. ૨
ડગમગ ડોલાવે કોઈ બંસરી,
થનગન રમે નવધાર:
દૂર દૂર બજાવે કોઈ બંસરી.
જગ જ જુલાવે કોઈ બંસરી
ધનધન ઘમે રવધાર:
દૂર દૂર બજાવે કોઈ બંસરી. ૩
સૂર સૂર સમાવો કોઈ બંસરી
વનવન ઝીલો સૂરધાર !
દૂર દૂર બજાવે કોઈ બંસરી.
ઉર ઉર જગાવો કોઈ બંસરી,
જનજન ઝીલો ઉરધાર
દૂર દૂર બજાવે કોઈ બંસરી. ૪