રાસચંદ્રિકા/વિરહિણી

વિકિસ્રોતમાંથી
← દાંપત્યનો વિજયકાળ રાસચંદ્રિકા
વિરહિણી
અરદેશર ખબરદાર
વિયોગ →
. ગરબી - રાગ ગારો .




વિરહિણી

♦ ગરબી - રાગ ગારો. ♦


નમેરીઆ ! આવો રે, મોરે નયણાં પલકના સુકાય :

નયણાં પલક ના સુકાય, હો !
લયમાં ખલક ડૂબી જાય :
આવો રે, મોરે નયણાં પલક ના સુકાય. -નમેરીઆ !

ભરતી ભરાય આ,
હૈડું નટાય આ,
દિલનો દિલાવર ન પાય :
આવો રે, મોરે નયણાં પલક ના સુકાય.

માયા તે નાથની,
છાયા તે હાથની,
વેલી અકેલી વિલાય :
આવો રે, મોરે નયણાં પલક ના સુકાય.

નમેરીઆ ! આવો રે, મોરે નયણાં પલક ના સુકાય.