રાસચંદ્રિકા/વિસર્જન

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ભરતીનાં નીર રાસચંદ્રિકા
વિસર્જન
અરદેશર ખબરદાર

વિસર્જન

♦ પ્રેમની, પ્રેમની, પ્રેમની રે ♦


આવજો, આવજો, આવજો રે,
વહાલાં ! પાછાં વહેલેરાં આવજો !
લાવજો, લાવજો, લાવજો રે,
નવી રજનીના રાસ નવા લાવજો !—

ઝબકી ઝબકી પડ્યા ઝાંખા આ દીવડા :
માજીને દીવડે સમાવજો રે !
વહાલાં ! પાછાં વહેલેરાં આવજો !

માજીના રાસમાં ઝીલે છે સૃષ્ટિઓ :
ઝીલ્યો એ રસ તે ઝિલાવજો રે !
વહાલાં ! પાછાં વહેલેરાં આવજો !

વ્યોમે છે દીવડા, ભોમે છે દીવડા :
દીવડા હૈયે ઝબકાવજો રે !
વહાલાં ! પાછાં વહેલેરાં આવજો !


તાળીએ તાળી પુરાવી સૌ સાથે :
તાળીના બંધ બઢાવજો રે !
વહાલાં ! પાછાં વહેલેરાં આવજો !

નવનવ રાતની માણી મહેમાની :
જીવનભર જોખ એ ટકાવજો રે !
વહાલાં ! પાછાં વહેલેરાં આવજો !

આવો ને જાઓ છે જીવનના જોગ સૌ :
માજીનો રાસ જ ગજાવજો રે !
વહાલાં ! પાછાં વહેલેરાં આવજો !