લખાણ પર જાઓ

રાસચંદ્રિકા/હ્રદયસુધા

વિકિસ્રોતમાંથી
← રઢ રાસચંદ્રિકા
હ્રદયસુધા
અરદેશર ખબરદાર
ઉગમતા દેશની પંખીણી →
મહોલે પધારો મહારાજ, મણીગર મહોલે પધારો




હ્રદયસુધા

♦ મહોલે પધારો મહારાજ, મણીગર મહોલે પધારો . ♦


હૃદયસુધા છલકાય, અધરરસ ગાગરીએ રે;
અધરપુટે જે સમાય, સમાય ન સાગરીએ રે. —


આભૌરે ઉભરાતી વહે રે
નવનવ જગ અમીઅંગ;
વિશ્વ ઝીલે રસ એ, હું ય એવી
ઝીલું આ હ્રદય તરંગ,
અધરરસ ગાગરીએ રે. ૧

સરિત સરોવર રેલિયાં રે,
રેલ્યા સિંધુ વિશાળ;
આભ રેલાયાં ને વિશ્વ રેલાયાં,
એવ એ હ્રદયજુવાળ:
અધરરસ ગાગરીએ રે. ૨

વૃક્ષે વસંત વિરાજતી રે
ઊબહ્રે ફૂલને હોઠ;
મધદરિયાનાં પહાડમોજાંશો
નેહનો ઊભરો મોટ:
અધરરસ ગાગરીએ રે. ૩


ઝીલે રવિઉર ચંદ્રિકા રે,
ઝીલે પૃથ્વીને આભ;
જગત બધું એમ ઝીલતું એ
હ્રદયસુધાની છાબ :
અધરરસ ગાગરીએ રે. ૪

વૈશાખે સાગર ઉછળે રે
ને જેઠે આવે ઉદ્યાન :
ઉરસાગર અધરે ઊલટે એવું
અધરસુધારસ પાન !
અધરરસ ગાગરીએ રે. ૫