રે પુરુષોત્તમ બોલ્યા પ્રીતે

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
રે પુરુષોત્તમ બોલ્યા પ્રીતે
પ્રેમાનંદ સ્વામીરે પુરુષોત્તમ બોલ્યા પ્રીતે,
 કહું છું સર્વે સાંભળો એક ચીતે... રે પુરુષોત્તમ.. ટેક

રે સત્ય કહું છું નરનારી,
 રે જેમ છે તેમ કહું વિસ્તારી;
  એમાં ખોટી ન મળે લગારી... રે પુરુષોત્તમ..

રે સમજાવું કહી દ્રષ્ટાંતે,
 રે જથારથ હોયે તેમ કહું ખાંતે;
  મારું રૂપ જેમ છે તેમ ભાંતે... રે પુરુષોત્તમ..

રે પક્ષી ઊડે જેમ આકાશે,
 રે દેહ સહિત બોલે હાસે;
  અનંત એવા જાયે આવે ભાસે... રે પુરુષોત્તમ..

રે વાદળ વીજળી ને વારિ,
 રે વાયુઘટા શોભે સારી;
  સૌની આકૃતિ ન્યારી ન્યારી... રે પુરુષોત્તમ..

રે શૂન્યમાંહી સહુ સમાવે,
 રે હિમે તે જેમ નીર જમાવે;
  વા'લો પ્રેમસખીનો સમજાવે.... રે પુરુષોત્તમ..