રે સ્નેહ વશ થઈ શામળિયો

વિકિસ્રોતમાંથી
રે સ્નેહ વશ થઈ શામળિયો
પ્રેમાનંદ સ્વામી



રે સ્નેહ વશ થઈ શામળિયો

રે સ્નેહ વશ થઈ શામળિયો,
કહે છે પ્રાણજીવન પાતળિયો... રે સ્નેહ.. ટેક

રે રચના બ્રહ્માંડુંની રચાયે,
 રે સગુણ સ્વરૂપ અક્ષર થાયે;
  જેને વેદ જય જયકારી ગાયે... રે સ્નેહ.. ૧

રે મહા વિષ્ણુ આદિ અનંત કોટી,
 રે ધરી દેહ મહાકૃતિ મોટી;
  રહે અક્ષર રોમમાંહી લોટી... રે સ્નેહ.. ૨

રે એમાં રહે સહુ લય પામી,
 રે અક્ષર અનંત કળા(ના) સ્વામી;
  કા'વે પોતે નિર્ગુણ બહુ નામી... રે સ્નેહ.. ૩

રે જેમ અક્ષરમાં હું રહું છું,
 રે તે સમજાવીને કહું છું;
  સુણો એક દ્રષ્ટાંત દઉં છું... રે સ્નેહ.. ૪

રે શબ્દ બોલે નભમાં રહીને,
 રે એક અનેક રૂપે થઈને;
  સમજાવે વા'લો પ્રેમસખીનો કહીને... રે સ્નેહ.. ૫